તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે હું કહું છું જિંદગી ધોવાય છે તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે હું કહું છું જિંદગી ધોવાય છે યાદ તારી ઉરમાં માતી નથી એટલે તો આંખથી છલકાય છે આપના દર્શનની ખૂબી શું કહું દિલના દશ કોઠામાં દીવા થાય છે હાથ મારો છોડી એ જાતા નથી બેઉ દુનિયા હાથમાંથી જાય છે અર્થની ચર્ચા મહીં ‘શયદા’ બધો જિંદગીનો અર્થ માર્યો જાય છે સ્વરઃ સોલી કાપડીયા ગઝલઃ ‘શયદા’ ક્લીક કરો અને સાંભળોઃ તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે
|