[પાછળ]

દરિયા સાથે દોસ્તી મારી
 
દરિયા સાથે દોસ્તી મારી નદીઓ સાથે નાતો
છલાંગ મારતાં ઝરણાં સાથે હું તો ગીતો ગાતો

લીલાંછમ આ વૃક્ષો વ્હાલાં, પહાડો મારા ભેરુ
વ્હાલું  મને લાગે કેવું  નાનું  અમથું  દેરું

આંસુઓની પાછળ જઈને ક્યારેક હું છુપાતો
દરિયા સાથે દોસ્તી મારી નદીઓ સાથે નાતો

ફૂલ ને ઝાકળ, દળ વાદળ ને હર્યુંભર્યું આ ઘાસ
મારો સૌની સાથે કેવો સહજ મળે છે પ્રાસ

સરોવરના આ હંસ કમળની સાથે કરતો વાતો
દરિયા સાથે દોસ્તી મારી નદીઓ સાથે નાતો

સ્વર અને સંગીતઃ નયનેશ જાની
ગીતઃ સુરેશ દલાલ

ક્લીક કરો અને સાંભળોઃ
દરિયા સાથે દોસ્તી મારી 
(આભાર: http://gujaratigazal.com/)
[પાછળ]     [ટોચ]