[પાછળ]
   તારા પગલે, પગલે...

તારા પગલે, પગલે... કોણ મધુમય છંદે આજે ગાયે પગલે, પગલે... તારા પગલે, પગલે... કોણ મધુમય છંદે આજે ગાયે પગલે, પગલે... રંગ ઢોળી બેઠી જોને સંધ્યારાણી કુમકુમે રંગી એના પગની પાની ઝંખવાઈ જાયે મૃદુ ફૂલ શેફાલી, તારા પગલે, પગલે... કોણ મધુમય છંદે આજે ગાયે પગલે, પગલે... નિત ચિર યૌવનની બંસરી બાજે ઘૂંઘટમાં કોનું મુખ આનંદે રાજે જોઈ ગોપિકાઓ જેનું મર્મર રાચે, તારા પગલે, પગલે...

રવીન્દ્રનાથ ઠાકુરની કૃતિનો અનુવાદઃ કવિ સુન્દરમ્ રજૂઆતઃ આકાશવાણી કલાવૃન્દ ક્લીક કરો અને સાંભળોઃ તારા પગલે, પગલે

[પાછળ]     [ટોચ]