[પાછળ]
તારી વાંસલડી એવું શું વરસી રહી

તારી વાંસલડી, હો તારી વાંસલડી એવું શું વરસી રહી, મેં તો પીધું પીધું ને તોય તરસી રહી, તરસી રહી. તારી વાંસલડી, હો તારી વાંસલડી એવું શું વરસી રહી, મેં તો પીધું પીધું ને તોયે તરસી રહી, તરસી રહી. ઓઓઓ......ઓઓઓ........ આંખ મીંચું કે ઉઘાડું ..... ભાળું તને આંખ મીંચું કે ઉઘાડું ..... ભાળું તને મેં નિત્ય આંજ્યું ને તોયે રહું કોરી હું જ ખોવાણી હોઉં ને ગોતું તને કૈંક એવી બંધાઈ મન દોરી તારી આંખલડી, હો તારી આંખલડી એવું શું વરસી રહી મેં તો પીધું પીધું ને તોયે તરસી રહી, તરસી રહી તારી વાંસલડી, હો તારી વાંસલડી એવું શું વરસી રહી, મેં તો પીધું પીધું ને તોયે તરસી રહી, તરસી રહી. ઓઓઓ......ઓઓઓ........ આ પડછાયા ધરતી પર ઢળતા રહે પછી માટીનું રોમ રોમ મહેકે કોઈ મનમાં જ રોજ આમ મળતા રહે પછી અંતરના તાર તાર ગહેકે ઓઓઓ.... મારા ટેરવાને મારા ટેરવાને એવું શું સ્પર્શી ગઈ મેં તો પીધું પીધું ને તોય તરસ્યું રહી, તરસ્યું રહી તારી વાંસલડી, હો તારી વાંસલડી એવું શું વરસી રહી, મેં તો પીધું પીધું ને તોયે તરસી રહી, તરસી રહી. ઓઓઓ......ઓઓઓ........

સ્વરઃ ચંદ્રાણી મુખરજી અને આનંદકુમાર સી. ગીતઃ માધવ રામાનુજ સંગીતઃ ગૌરાંગ વ્યાસ ચિત્રપટઃ અજવાળી રાત અમાસની (૧૯૮૧) ક્લીક કરો અને સાંભળોઃ તારી વાંસલડી એવું શું વરસી રહી

(૧૯૮૧ના વર્ષના આ ચિત્રપટના નિર્માતા મલ્લિકા સારાભાઈ હતા અને તેમાં મુખ્ય ભૂમિકા પણ તેમણે જ ભજવી હતી.)

[પાછળ]     [ટોચ]