[પાછળ]
પન્નીને પહતાય તો

પન્નીને પહતાય તો કે’ટો ની. વાહણ જો અથડાય તો કે’ટો ની. અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ. પછી માથે ચડી જાય તો કે’ટો ની. અમના તો પ્યાર જાણે રેહમની ડોરી. એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની. ‘‘એની આંખોના આભમાં પંખીના ટોળાં…” પછી ડોળા દેખાય તો કે’ટો ની. હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.

હઝલ: ડૉ. રઈશ મનીઆર ક્લીક કરો અને સાંભળોઃ પન્નીને પહતાય તો કે’ટો ની

આ લોકપ્રિય હઝલનું ખૂબ જ સુંદર વિડિયો વર્ઝન યુ ટ્યૂબ પર (https://www.youtube.com/watch?v=HT3K0zDxj9Q) ઉપલબ્ધ બનાવવા માટે સુરતના શ્રી હિતુ ગાંધીનો ઘણો ઘણો આભાર.

[પાછળ]     [ટોચ]