[પાછળ]
પ્રણયની પારખુ દૃષ્ટિ

પ્રણયની પારખુ  દૃષ્ટિ  અગર તમને મળી હોતે
તમે મારી છબી ભીંતે નહીં,  દિલમાં જડી હોતે

જવાબ એના  રૂપાળાં આવશે  જો ખાતરી હોતે
તો મેં પણ કૈંક દિલની વાત ગઝલોમાં કહી હોતે

મહોબ્બત આંધળી છે  એ કહેવત સાવ ખોટી છે
તમારા દ્વાર પર ના  હોત  જો  એ આંધળી હોતે

ઘણા  પ્રેમી દિલોનું  થાત  સર્જન  એની  માટીથી
તમે આંસુથી  જો  મારી  કબરને  ભીંજવી  હોતે
 
સ્વર-સંગીત: મનહર ઉધાસ
ગઝલ: જનાબ આસિમ રાંદેરી

ક્લીક કરો અને સાંભળોઃ
પ્રણયની પારખુ દૃષ્ટિ અગર તમને મળી હોતે
[પાછળ]     [ટોચ]