[પાછળ]
ગીતોમાં ગરબો અમોલ
ગીતોમાં ગરબો અમોલ મારી સૈયરું
ગીતોમાં ગરબો અમોલ

ગીતોમાં ગરબો અમોલ મારી સૈયરું
ગીતોમાં ગરબો અમોલ

ગીતોમાં ગરબો અમોલ મારી સૈયરું
ગીતોમાં ગરબો અમોલ

ગીતોમાં ગરબો અમોલ મારી સૈયરું
ગીતોમાં ગરબો અમોલ

ગરબે ઘૂમવા ગઈ’તી મોરી સૈયર
ગરબે ઘૂમવા ગઈ’તી મોરી સૈયર
રમવા રાસ હું તો ગઈ’તી મોરી સૈયર
રમવા રાસ હું તો ગઈ’તી મોરી સૈયર
રાતો નવરાતની આવી રે લોલ
ગીતોમાં ગરબો અમોલ

ગીતોમાં ગરબો અમોલ મારી સૈયરું
ગીતોમાં ગરબો અમોલ
ગીતોમાં ગરબો અમોલ મારી સૈયરું
ગીતોમાં ગરબો અમોલ

આસોનું આભ આજ ભર્યું ભર્યું લાગે
આસોનું આભ આજ ભર્યું ભર્યું લાગે
લોલુપતા મીઠી બોલે ડોલે રે લોલ
મેનકા ને ઉર્વશી ઉતરી આ લોકમાં
ગોખ્યું કંઠે બોલ બોલે રે લોલ
ગીતોમાં ગરબો અમોલ

ગીતોમાં ગરબો અમોલ મારી સૈયરું
ગીતોમાં ગરબો અમોલ
ગીતોમાં ગરબો અમોલ મારી સૈયરું
ગીતોમાં ગરબો અમોલ

ઘેરા ઘુંઘટડાંમાં મુખડું મલકાવતી
આવે ના કો તેને તોલે રે લોલ
ઘેલી ગોવાલણની ઘેલી ગાવલડી
ડુંગરના દ્વાર એ તો ખોલે રે લોલ
ગીતોમાં ગરબો અમોલ

ગીતોમાં ગરબો અમોલ મારી સૈયરું
ગીતોમાં ગરબો અમોલ

પ્રેમના પિયુષ પામી, ગીતોમાં દિલ લગાવી
હૈયે મધુર બંસરી વાગી રે લોલ
ચૂંદડી રંગાઈ એની માડીના રંગથી
હૈયાના હેતમાં તરબોળી રે લોલ
 
સ્વર: કલ્પના ભરત
રચનાઃ હરીશ ઠાકર
સંગીત: પુરુષોત્તમ ઉપાધ્યાય

ક્લીક કરો અને સાંભળોઃ
ગીતોમાં ગરબો અમોલ મારી સૈયરું
[પાછળ]     [ટોચ]