[પાછળ]
નૈનોમાં નાચે મોરલાં

નૈનોમાં નાચે મોરલાં
હૈયામાં  નાચે  કોણ છાનું  છાનું
દિવસના આવે સોણલાં
સ્મરણોમાં નાચે કોણ છાનું છાનું

કોઈ કહે આતમ નાચે છે
કોઈ કહે પ્રીતમ  નાચે છે
પ્રીતિના વરસે મેહુલા 
વાદળમાં નાચે કોણ છાનું છાનું

કોઈના મદ લોચન નાચે છે
કોઈના નવ યૌવન  નાચે છે
આનંદે નાચે એકલા
ને સંગે નાચે કોણ છાનું છાનું 

સ્વરઃ ઝોહરાબાઈ અંબાલાવાલી ગીતઃ કવિ મનસ્વી પ્રાંતિજવાળા સંગીતઃ છન્નાલાલ ઠાકુર ચિત્રપટઃ વીણાવેલી (૧૯૪૯) ક્લીક કરો અને સાંભળોઃ નૈનોમાં નાચે મોરલાં, હૈયામાં નાચે કોણ છાનું છાનું

[પાછળ]     [ટોચ]