[પાછળ]
છેટાં છેટાં શોભતા ચંદર ને તારા
છેટાં છેટાં શોભતા ચંદર ને તારા
જેટલાં છેટાં એટલાં સારા
છેટાં છેટાં શોભતાં ડુંગરા ન્યારા
જેટલાં છેટાં એટલાં સારા
છેટાં છેટાં શોભતા ચંદર ને તારા
જેટલાં છેટાં એટલાં સારા

ક્યાં  રે  મહેરામણ, ને  ક્યાં  રે પૂનમ
જોજનભર છેટાં તો યે  પ્રીત્યું અણનમ
ક્યાં રે  મેરામણ,   ને  ક્યાં રે પૂનમ?
જોજનભર છેટાં તો યે  પ્રીત્યું અણનમ
નૈનોથી દૂર છતાં દિલડે તો મારા
જેટલાં છેટાં એટલાં સારા
છેટાં છેટાં શોભતાં ચંદર ને તારા
જેટલાં છેટાં એટલાં સારા
છેટાં છેટાં શોભતાં ચંદર ને તારા
જેટલાં છેટાં એટલાં સારા

મન મૂક્યું ઢૂંકડું ને તન મૂક્યું વેગળું
આંખ ને અંતરમાં  અંતર છે  કેટલું
મન મૂક્યું ઢૂંકડું ને તન મૂક્યું વેગળું
આંખ ને અંતરમાં  અંતર છે  કેટલું
ઓજસને અડકીને ઊભા રહે અંગારા
જેટલાં છેટાં એટલાં સારા

છેટાં છેટાં શોભતા ચંદર ને તારા
જેટલાં છેટાં એટલાં સારા
છેટાં છેટાં શોભતાં ડુંગરા ન્યારા
જેટલાં છેટાં એટલાં સારા

સ્વરઃ ગીતા દત્ત
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ વનરાજ ચાવડો (૧૯૬૩)
ક્લીક કરો અને સાંભળોઃ
છેટાં છેટાં શોભતા ચંદર ને તારા
[પાછળ]     [ટોચ]