[પાછળ]
ફૂલડાં વીણું વીણું ને ખરી જાય ફૂલડાં વીણું વીણું ને ખરી જાય માળા હું તો ગૂંથું ગૂંથું ને સરી જાય ફૂલડાં વીણું વીણું ને ખરી જાય માળા હું તો ગૂંથું ગૂંથું ને સરી જાય ચંપો, ચમેલી ને કેતકીની માળા અંતરના પુષ્પોના ભાવો નિરાળા વીણતાં... વીણતાં કાયામાં કંટક ભોંકાય માળા હું તો ગૂંથું ગૂંથું ને સરી જાય ફૂલડાં વીણું વીણું ને ખરી જાય માળા હું તો ગૂંથું ગૂંથું ને સરી જાય પંકજની પાંખડીએ ઝાઝેરા ભમરા નિશદિન ગુંજતા નવરા ને નવરા ગુંથતા.... ગુંથતા ડંખે ને વેદના થાય માળા હું તો ગૂંથું ગૂંથું ને સરી જાય ફૂલડાં વીણું વીણું ને ખરી જાય માળા હું તો ગૂંથું ગૂંથું ને સરી જાય મનડાંની માળા ગુંથી મોંઘેરા મૂલની અણમોલી કિંમત છે એક એક ફૂલની ગુંથતાં.... ગુંથતા હૈયાની પાંખડી વિંધાય માળા હું તો ગૂંથું ગૂંથું ને સરી જાય ફૂલડાં વીણું વીણું ને ખરી જાય માળા હું તો ગૂંથું ગૂંથું ને સરી જાય સ્વરઃ કોકિલા જોશી નાટકઃ અભિસારિકા ક્લીક કરો અને સાંભળોઃ ફૂલડાં વીણું વીણું ને ખરી જાય
[પાછળ]     [ટોચ]