આજ ભાભી મોરી આજ ભાભી મોરી આજ ભાભી મોરી પાણીડે જાય જોવા.... આવો ને એનું નવરંગી લહેરિયું લહેરાય જોવા.... આવો ને આજ ભાભી મોરી આજ ભાભી મોરી પાણીડે જાય જોવા.... આવો ને એણે પિયરમાં નથી ભર્યાં પાણી એથી વાંકી મૂકે છે ઉંઢાણી એની ગાગર શિરેથી ઢળી જાય જોવા.... આવો ને આજ ભાભી મોરી આજ ભાભી મોરી પાણીડે જાય જોવા.... આવો ને એણે નૈનનમાં વીરો મારો પુરી રાખ્યો આજ સાસર આવીને એણે લ્હાવો ચાખ્યો એનો સાળુ શિરેથી સરી જાય જોવા.... આવો ને આજ ભાભી મોરી આજ ભાભી મોરી પાણીડે જાય જોવા.... આવો ને આજ ભાભી મોરી આજ ભાભી મોરી પાણીડે જાય જોવા.... આવો ને સ્વરઃ મધુરિકા મજમુદાર ક્લીક કરો અને સાંભળોઃ આજ ભાભી મોરી પાણીડે જાય
|