[પાછળ]

કાળજ કોર્યું તે કોને કહિયે જી રે

કાળજ કોર્યું તે કોને કહિયે જી રે!
કાળજ કોર્યું તે કોને કહિયે જી રે!

વેરી જો હોય તો વઢતાં રે ફાવીએ,
પણ પ્રાણથી પ્યારો એને લહીએ જી રે!

સોડનો ઘાવ માર્યો સ્નેહી શામળિયે!
કિયા રાજાને રાવે જઈએ જી રે! 

કળ પડે ન કાંઈ,  પેર ન સૂઝે!
રાત દિવસ ઘેલાં રહીએ જી રે!

કાંઈ વસ્તુમાં ક્ષણ ચિત્ત ના ચોંટે!
અલબેલો આવી બેઠો હૈયે જી રે!

દયાના પ્રીતમજીને એટલું કહેજો:
ક્યાં સુધી આવાં દુઃખ સહીએ જી રે!

સ્વરઃ કૌમુદી મુનશી
રચનાઃ દયારામ

ક્લીક કરો અને સાંભળોઃ
કાળજ કોર્યું તે કોને કહિયે જી રે

આકાશવાણી પર થયેલી રજૂઆતની આ જૂની દુર્લભ ઓડિયો ક્લીપ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ બનાવવા બદલ આકાશવાણીના રાજકોટ કેન્દ્રનો ઘણો ઘણો આભાર.

[પાછળ]     [ટોચ]