[પાછળ]
તમે ક્યાં ને હું ક્યાં?

તમે ક્યાં ને હું ક્યાં? ધરા ક્યાં? ગગન ક્યાં?
તમે ક્યાં ને હું ક્યાં? ધરા ક્યાં? ગગન ક્યાં?
કુટિ ક્યાં અમારી, તમારાં ભવન ક્યાં?

તમે ક્યાં ને હું ક્યાં? ધરા ક્યાં? ગગન ક્યાં?
કુટિ ક્યાં અમારી, તમારાં ભવન ક્યાં?
તમે ક્યાં ને હું ક્યાં?

છતાંય તમારા પ્રણયમાં છું પાગલ, પાગલ, પાગલ
છતાંય તમારા પ્રણયમાં છું પાગલ
પ્રણયની અરે મેં લગાવી લગન ક્યાં?
પ્રણયની અરે મેં લગાવી લગન ક્યાં?

તમે ક્યાં ને હું ક્યાં? ધરા ક્યાં? ગગન ક્યાં?
કુટિ ક્યાં અમારી, તમારાં ભવન ક્યાં?
તમે ક્યાં ને હું ક્યાં?

ચમન ક્યાં ખીલીને  મહેકતા મદિલા
ચમન ક્યાં ખીલીને  મહેકતા મદિલા
અને આ ધરા પર ખરેલું સુમન ક્યાં? 
અને આ ધરા પર ખરેલું સુમન ક્યાં? 

તમે ક્યાં ને હું ક્યાં? ધરા ક્યાં? ગગન ક્યાં?
કુટિ ક્યાં અમારી, તમારાં ભવન ક્યાં?
તમે ક્યાં ને હું ક્યાં?

નજરમાં તમારી ગજબની ખુમારી
નજરમાં તમારી ગજબની ખુમારી
ને મારાં નિમાણે ભરેલાં નયન ક્યાં?
ને મારાં નિમાણે ભરેલાં નયન ક્યાં?
તમે ક્યાં ને હું ક્યાં? ધરા ક્યાં? ગગન ક્યાં?
કુટિ ક્યાં અમારી, તમારાં ભવન ક્યાં?
તમે ક્યાં ને હું ક્યાં?

નથી ભાન હોતું મને કંઈ વિરહમાં
નથી ભાન હોતું મને કંઈ વિરહમાં
કે છો ક્યાં તમે, ને કરું છું નમન ક્યાં?
કે છો ક્યાં તમે, ને કરું છું નમન ક્યાં?

તમે ક્યાં ને હું ક્યાં? ધરા ક્યાં? ગગન ક્યાં?
કુટિ ક્યાં અમારી, તમારાં ભવન ક્યાં?

તમે ક્યાં ને હું ક્યાં? ધરા ક્યાં? ગગન ક્યાં?
કુટિ ક્યાં અમારી, તમારાં ભવન ક્યાં?
તમે.....ક્યાં.....ને.....હું.....ક્યાં?

સ્વરઃ કૌમુદી મુનશી
ક્લીક કરો અને સાંભળોઃ
તમે ક્યાં ને હું ક્યાં? ધરા ક્યાં? ગગન ક્યાં?
[પાછળ]     [ટોચ]