[પાછળ]
નૈના ભીનાં રે મારા

નૈના ભીનાં રે  મારાં નૈના ભીનાં રે
વાલિડા વિના રે મારાં નૈના ભીનાં

નૈના ભીનાં રે  મારાં નૈના ભીનાં રે
વાલિડા વિના રે મારાં નૈના ભીનાં

સપનું વાવીને મેં તો પાપણને પોંપચે
મોરલીના સુર હું તો સુણું રે ઝીણા રે
વાલિડા વિના રે મારાં નૈના ભીનાં

નૈના ભીનાં રે  મારાં નૈના ભીનાં રે
વાલિડા વિના રે મારાં નૈના ભીનાં

નૈના ભીનાં રે  મારાં નૈના ભીનાં રે
વાલિડા વિના રે મારાં નૈના ભીનાં

દેવકીનો જાયો મારો કાળુડો કહાનજી
દેવકીનો જાયો મારો કાળુડો કહાનજી
મા મારા હૈયા સૂના ભક્તિ વિના રે
વાલિડા વિના રે મારાં નૈના ભીનાં

નૈના ભીનાં રે  મારાં નૈના ભીનાં રે
વાલિડા વિના રે મારાં નૈના ભીનાં

નૈના ભીનાં રે  મારાં નૈના ભીનાં રે
વાલિડા વિના રે મારાં નૈના ભીનાં

સ્વરઃ સુધા લાખિયા

ક્લીક કરો અને સાંભળોઃ
સુધાબહેન દિવેટિયાની લગ્ન પહેલાની
એક અમર ગ્રામોફોન રેકોર્ડ
નૈના ભીનાં રે મારાં નૈના ભીનાં રે
[પાછળ]     [ટોચ]