[પાછળ]
એકલ દોકલ વરસાદે

એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ

સાંજ પડે ને વ્હાલમ આવી પૂછે, ‘કેમ છો રાણી’
છે મજા એવું બોલીને છલકે આંખે પાણી
તો આંસુના દિવાને એ પછી એણે ફૂંક મારી – ‘ફૂ’

વ્હાલમ ક્યારે દરિયો દિલનો ઢોળે
ક્યારે વ્હાલમ મૂકી માથું સૂવે મારે ખોળે
ને મેં કહ્યું કે રોકાઈ જા, તો એ કહે – ‘ઉંહુ’

એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ
 
સ્વરાંકન અને સ્વરઃ પરેશ ભટ્ટ
ગીતઃ મુકેશ માલવણકર

ક્લીક કરો અને સાંભળોઃ
એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું 
[પાછળ]     [ટોચ]