[પાછળ]
કોડભર્યા કોડીયામાં
કોડભર્યા કોડીયામાં આશાની જ્યોત જલે ઝળહળ ઝળહળ થાય રે મારો દીવડો ડોલતો જાય ડોલતો જાય, ડોલતો જાય, દીવડો ડોલતો જાય કોડભર્યા કોડીયામાં આશાની જ્યોત જલે ઝળહળ ઝળહળ થાય રે મારો દીવડો ડોલતો જાય ડોલતો જાય, ડોલતો જાય, દીવડો ડોલતો જાય કોડભર્યા કોડીયામાં.... ધનનો તહેવાર આજ, માગે ઉજાસ રે ઉદાસી ઉરમાં, ઊતરે ઉલ્લાસ રે ઝગમગ ઝગમગ થાય રે ઝળહળ ઝળહળ થાય રે મારો દીવડો ડોલતો જાય ડોલતો જાય, ડોલતો જાય, દીવડો ડોલતો જાય કોડભર્યા કોડીયામાં.... સૂરજ શરમાયો આજ મારે આ દીવડે સંતાયો આભલે, શોધ્યો’ય ના જડે ટમટમ દીવડો થાય, ઝળહળ ઝળહળ થાય રે મારો દીવડો ડોલતો જાય ડોલતો જાય, ડોલતો જાય, દીવડો ડોલતો જાય કોડભર્યા કોડીયામાં આશાની જ્યોત જલે ઝળહળ ઝળહળ થાય રે મારો દીવડો ડોલતો જાય ડોલતો જાય, ડોલતો જાય, દીવડો ડોલતો જાય કોડભર્યા કોડીયામાં....
સ્વરઃ ગીતા દત્ત (૧૯૪૯) ક્લીક કરો અને સાંભળોઃ કોડભર્યા કોડીયામાં આશાની જ્યોત જલે
[પાછળ]     [ટોચ]