[પાછળ]
આજ મારે ઘેર, થાય લીલા લહેર

આજ મારે ઘેર,  થાય લીલા લહેર        
            કૃષ્ણ પધારે   મારે  આંગણે જી રે

મેં તો કુમ કુમના  સાથિયા  કાઢ્યા        
            મેં  તો  કુમ કુમના  સાથિયા  કાઢ્યા
મેં તો  ગરબો  કે  દીવડા માંડીયા        
            વ્હાલો મારો આવશે ઓવારણે જી રે
            વ્હાલો મારો આવશે ઓવારણે જી રે

આજ મારે ઘેર,  થાય લીલા લહેર        
            કૃષ્ણ પધારે   મારે  આંગણે જી રે
આજ મારે ઘેર,  થાય લીલા લહેર        
            કૃષ્ણ પધારે   મારે  આંગણે જી રે

પીળી પીતાંબરી, પગમાં છે પાવળી        
            વ્હાલો  વગાડે  છે  વાંસળી  જી રે 
હેમ દોર ઝાંઝરી  પૂરક  છે પામરી        
            માતા  જશોદા છે  બાવરી  માવડી
            માતા  જશોદા છે  બાવરી  માવડી

આજ મારે ઘેર,  થાય લીલા લહેર        
            કૃષ્ણ પધારે   મારે  આંગણે જી રે

સ્વરઃ અવિનાશ વ્યાસ અને સાથીદારો
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ

ક્લીક કરો અને સાંભળોઃ
આજ મારે ઘેર થાય લીલા લહેર

[પાછળ]     [ટોચ]