[પાછળ]

માઘમાં મેં મોકલ્યાં તેડાં માઘમાં મેં મોકલ્યાં તેડાં તો આવો ગોરી ફાગણમાં રમીએ ગુલાલે માઘમાં મેં મોકલ્યાં તેડાં તો આવો ગોરી ફાગણમાં રમીએ ગુલાલે ચૈતર ચઢે ને અમે આવશું, હો રાજ તારે ધૂળિયે આંગણ કોણ મ્હાલે માઘમાં મેં મોકલ્યાં તેડાં તો આવો ગોરી ફાગણમાં રમીએ ગુલાલે આવો તો રંગ નવો કાલવિયે સંગ સંગ આવો તો રંગ નવો કાલવિયે સંગ સંગ છલકાવી નેણની પિયાલી છલકાવી નેણની પિયાલી વેણ કેરી રેશમની જાળમાં જરી ન માય વેણ કેરી રેશમની જાળમાં જરી ન માય આ તો છે પંખિણી નીરાળી માઘમાં મેં મોકલ્યાં તેડાં તો આવો ગોરી ફાગણમાં રમીએ ગુલાલે આવો તો આભ મહીં ઊડીએ બે આપણે ને ચંદરનો લૂછીએ ડાઘ રે આવો તો આભ મહીં ઊડીએ બે આપણે ને ચંદરનો લૂછીએ ડાઘ રે નાનેરી જિંદગીની ઝાંઝેરી ઝંખનાનો મારે ન ગાવો કોઈ રાગ રે માઘમાં મેં મોકલ્યાં તેડાં તો આવો ગોરી ફાગણમાં રમીએ ગુલાલે આવો કે અમથી ઉકેલી ન જાય તમે આવો કે અમથી ઉકેલી ન જાય તમે પાડી’તી ગાંઠ જે રૂમાલે તમે પાડી’તી ગાંઠ જે રૂમાલે આવું બોલે તો મને ગમતું રે વાલમા આવું બોલે તો મને ગમતું રે વાલમા આવ્યા વિના તે કેમ ચાલે ફાગણમાં રમીએ ગુલાલે મારે આવ્યા વિના તે કેમ ચાલે ગોરી ફાગણમાં રમીએ ગુલાલે સ્વરઃ સૌમિલ મુનશી અને આરતી મુનશી ગીતઃ હરીન્દ્ર દવે ક્લીક કરો અને સાંભળો માઘમાં મેં મોકલ્યાં તેડાં તો આવો ગોરી
[પાછળ]     [ટોચ]