[પાછળ]
ઓ પંખીડાં જાજે
ઓ પંખીડાં જાજે પારેવડાં જાજે, પ્રીતમને દેશ કે’જે આટલો સંદેશ બાઈ મને પિયરિયે ગમતું નથી ઓ પંખીડાં જાજે પારેવડાં જાજે, પ્રીતમને દેશ કે’જે આટલો સંદેશ બાઈ મને પિયરિયે ગમતું નથી નણદીના વીર મને ઘડી ઘડી સાંભરે સાસરિયું સાંભરે હંમેશ બાઈ મને પિયરિયે ગમતું નથી કારતકના કોડ વીત્યા, વીત્યો શિયાળો કારતકના કોડ વીત્યા, વીત્યો શિયાળો ચૈતર વૈશાખ વીત્યા, વીત્યો ઉનાળો ચૈતર વૈશાખ વીત્યા, વીત્યો ઉનાળો વીતી ગયો બાળાવેશ બાઈ મને પિયરિયે ગમતું નથી વીતી ગયો બાળાવેશ બાઈ મને પિયરિયે ગમતું નથી ઓ પંખીડાં જાજે પારેવડાં જાજે, પ્રીતમને દેશ કે’જે આટલો સંદેશ બાઈ મને પિયરિયે ગમતું નથી વીજળી અષાઢની ચિત્તડું ચમકાવે વીજળી અષાઢની ચિત્તડું ચમકાવે શ્રાવણના મેઘ મારા લોચન વરસાવે શ્રાવણના મેઘ મારા લોચન વરસાવે ફરતી વિજોગણને વેશ બાઈ મને પિયરિયે ગમતું નથી આવો, હવે તો પ્રાણેશ બાઈ મને પિયરિયે ગમતું નથી ઓ પંખીડાં જાજે પારેવડાં જાજે, પ્રીતમને દેશ કે’જે આટલો સંદેશ બાઈ મને પિયરિયે ગમતું નથી ઓ પંખીડાં જાજે પારેવડાં જાજે, પ્રીતમને દેશ કે’જે આટલો સંદેશ બાઈ મને પિયરિયે ગમતું નથી (HMV Record No. N 25417)
સ્વરઃ રાજકુમારી ગીતઃ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ સંગીતઃ ગણપતરામ પાંચોટિયા ચિત્રપટઃ જવાબદારી (૧૯૫૦) ક્લીક કરો અને સાંભળો ઓરિજિનલ ગ્રામોફોન રેકોર્ડ પંખીડાં જાજે, પારેવડા જાજે

નોંધઃ આ HMV કંપનીની ઈ.સ. ૧૯૫૦ની ગ્રામોફોન રેકોર્ડનું મૂળ વર્ઝન છે જે એક જમાનામાં ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. આ વેબપૃષ્ઠના બેકગ્રાઉન્ડમાં જે ચિત્ર છે તે આ ગીતના ગાનાર કલાકાર રાજકુમારી દુબેની યુવાનીનો ફોટો છે. આ અગાઉ મળેલું કવિતા પૌડવાલના સ્વરનું કવર વર્ઝન અને ૧૯૮૨ના ચિત્રપટ ‘મહાસતી અનસૂયા’માં ઉષા મંગેશકરના સ્વરમાં રિ-રેકોર્ડ થયેલું વર્ઝન આ સાઈટના ગીત ગુંજન ભાગ-૧માં ક્રમાંક ૫૮ પર મૂકવામાં આવ્યા હતા.

[પાછળ]     [ટોચ]