[પાછળ]
મને સપનાં શાનાં આવે

મને સપનાં શાનાં આવે રે મને સપનાં શાનાં આવે મને સપનાં શાનાં આવે રે સપનાં શાનાં આવે નથી ડોલતી આંબાડાળી, નથી ડોલતો મોર નથી ડોલતી આંબાડાળી, નથી ડોલતો મોર હૈયાસૂનાં માનવી સૂતાં, હૈયાસૂનાં માનવી સૂતાં તાણી નિંદર સોડ રે, મારું હૈયું ડામાડોળ રે મને સપનાં, ઓ રે મને સપનાં હાં રે મને સપનાં શાનાં આવે રે સપનાં શાનાં આવે માઝમ રાતે અધઘેરેલી આંખે નિંદર આવે માઝમ રાતે અધઘેરેલી આંખે નિંદર આવે જોતાં પહેલાં સપનું આવે જોતાં પહેલાં સપનું આવે એની યાદ જગાડે રે મને નિંદર વેરણ લાગે રે મને સપનાં, ઓ રે મને સપનાં હાં રે મને સપનાં શાનાં આવે રે સપનાં શાનાં આવે અનંગરંગ ભરેલું હૈયું, આજે પળ પળ ઝંખે અનંગરંગ ભરેલું હૈયું, આજે પળ પળ ઝંખે વ્હાલાના વિયોગે આજે, વ્હાલાના વિયોગે આજે રાતલડી દિન લાગે, ત્યારે સપનાં શાનાં આવે રે મને સપનાં, ઓ રે મને સપનાં હાં રે મને સપનાં શાનાં આવે રે સપનાં શાનાં આવે મને સપનાં શાનાં આવે રે મને સપનાં શાનાં આવે

સ્વરઃ ગીતા દત્ત ગીતઃ પ્રાણવલ્લભ ભટ્ટ સંગીતઃ ઈન્દુકુમાર પારેખ ચિત્રપટઃ કન્યાદાન (૧૯૫૧) ક્લીક કરો અને સાંભળોઃ મને સપનાં શાનાં આવે રે (ઓડિયો ક્લીપ સૌજન્ય : હરીશ રઘુવંશી, સુરત)
[પાછળ]     [ટોચ]