[પાછળ]

નાટ્ય મહર્ષિ પ્રભુલાલ દ્વિવેદી પ્રિયતમ, એ દિન ક્યારે આવે?

એ દિન ક્યારે આવે? પ્રિયતમ, એ દિન ક્યારે આવે? કે મનમોહન મનહરણીને માટે મહેલ બંધાવે? (નહિ - ત્યારે?) કે મનમોહન કોઈ ઉપવનમાં એક મઢુલી બનાવે પ્રિયતમ, એ દિન ક્યારે આવે? હોય ભાવના કેરી ભીંતો તરૂલત્તા મંડપ શોભીતો કેવડિયાના કાંટા રોપી એની વાડ બનાવે (ખોટું!) વિષયપંક પૂરી પાયામાં ઉપર તુલસી વાવે એ દિન ક્યારે આવે? પ્રેમ લક્ષણા ધૂન જમાવી નખલી આ નયનોની બનાવી જીવન મનનાં તાર મિલાવી આતમબિન બજાવે પ્રિયતમ, એ દિન ક્યારે આવે?

સ્વરઃ અનુરાધા પૌડવાલ અને ભૂપિન્દર ગીતઃ પ્રભુલાલ દ્વિવેદી સ્વરાંકનઃ કાસમભાઈ ક્લીક કરો અને સાંભળો / ડાઉનલોડ કરો આ દુર્લભ રેકોર્ડિંગ પ્રિયતમ, એ દિન ક્યારે આવે?

(દેશી નાટક સમાજના નાટક ‘સંપત્તિ માટે’ના આ ગીતના શબ્દો અને તેનું નવું રેકોર્ડિંગ મુંબઈના શ્રી વિનયકાન્ત પ્રભુલાલ દ્વિવેદીના સૌજન્યથી ઉપલબ્ધ બન્યા છે.)

[પાછળ]     [ટોચ]