[પાછળ]

મેડીએ બેઠી રાજણ બોલે
(જૂના વખતમાં લગ્ન પ્રસંગે વરરાજા જાન લઈને કન્યા પરણવા જાય તે અગાઉ તેમને શણગારીને તેમનું ફૂલેકું કાઢી તેમને ગામમાં ફેરવવામાં આવે તેવો રિવાજ હતો. વરરાજાને બધા વધાવતા હતા અને આશિર્વાદ અને શુભેચ્છા ભેટ આપતા હતા. તે પ્રસંગે આ ગીત ગાવામાં આવતું હતું.)

મેડીએ બેઠી રાજણ બોલે મારગડો દેખાડ રાજ બંદલા જી રે મેડીએ બેઠી રાજણ બોલે મારગડો દેખાડ રાજ બંદલા જી રે હું તો મારગડાની ભૂલી ભૂલી હો રાજ બંદલા જી રે મેડીએ બેઠી રાજણ બોલે મારગડો દેખાડ હો રાજ બંદલા જી રે જીયાવર તમારા કાજ રે જાણે ચમકે અરિસાની આંખ રે હો રાજ બંદલા જી રે હો રાજ બંદલા જી રે મેડીએ બેઠી રાજણ બોલે મારગડો દેખાડ રાજ બંદલા જી રે મેડીએ બેઠી રાજણ બોલે મારગડો દેખાડ રાજ બંદલા જી રે જીયાવર તમારા વીરાજી રે જાણે વીંટીએ જડેલ કો હીરાજી રે જીયાવર તમારા વીરાજી રે જાણે વીંટીએ જડેલ કો હીરાજી રે હો રાજ બંદલા જી રે હો રાજ બંદલા જી રે મેડીએ બેઠી રાજણ બોલે મારગડો દેખાડ રાજ બંદલા જી રે મેડીએ બેઠી રાજણ બોલે મારગડો દેખાડ રાજ બંદલા જી રે જીયાવર તમારા કાજ રે જાણે વાગે રે ઝાંજ-પખાજ રે જીયાવર તમારા કાજ રે જાણે વાગે રે ઝાંજ-પખાજ રે હો રાજ બંદલા જી રે હો રાજ બંદલા જી રે મોજડી વિના રે શું આવ્યા તમે રાજા મોજડીને ક્યાં મૂકી આવ્યા તમે રાજા મોજડીને ક્યાં મૂકી આવ્યા તમે રાજા મોજડીને ક્યાં મૂકી આવ્યા તમે રાજા મોજડીને ક્યાં મૂકી આવ્યા તમે રાજા

સ્વર: નિરુપમા શેઠ સંગીત: પુરુષોત્તમ ઉપાધ્યાય ક્લીક કરો અને સાંભળોઃ મેડીએ બેઠી રાજણ બોલે મારગડો દેખાડ
[પાછળ]     [ટોચ]