[પાછળ]

હું તો બંધનમાં બંધાઈ
હું તો બંધનમાં બંધાઈ સજની કેમ કરું       
      હું તો બંધનમાં બંધાઈ સજની કેમ કરું

અણસમજુ થઈ લપટાઈ સજની કેમ કરું      
      અણસમજુ થઈ લપટાઈ સજની કેમ કરું

વાતો મોટી મોટી કરે, એમાં કંઈ નવ વળે     
           તો ય પટેલાઈ કરે મારા વરજી

વાતો મોટી મોટી કરે, એમાં કંઈ નવ વળે     
           તો ય પટેલાઈ કરે મારા વરજી

રાતે મોડા ઘેર આવે, આંખો કાઢીને ડરાવે    
           વિના વાંકે ફટકારે એવા વરજી

રાતે મોડા ઘેર આવે, આંખો કાઢીને ડરાવે    
           વિના વાંકે ફટકારે એવા વરજી

સોટી મારે સનનન, સનન સજની કેમ કરું    
    સોટી મારે સનનનન, સનન સજની કેમ કરું

હું તો બંધનમાં બંધાઈ સજની કેમ કરું      
      હું તો બંધનમાં બંધાઈ સજની કેમ કરું

મને જેઠાણીનો ત્રાસ, કરે નણંદી ઉધમાત     
          એની વકીલાત કરે મારા વરજી

મને જેઠાણીનો ત્રાસ, કરે નણંદી ઉતપાત     
          એની વકીલાત કરે મારા વરજી

બેડાં પાણીના ભરાવે, મને વૈંતરાં કરાવે      
         પછી હોય કે ન હોય મારી મરજી

બેડાં પાણીના ભરાવે, મને વૈંતરાં કરાવે      
         પછી હોય કે ન હોય મારી મરજી

થાકી હું તો અરરરર, અરરર સજની કેમ કરું   
  થાકી હું તો અરરરર, અરરર સજની કેમ કરું

હું તો બંધનમાં બંધાઈ સજની કેમ કરું      
      હું તો બંધનમાં બંધાઈ સજની કેમ કરું

સ્વરઃ પુષ્પા જે. સંપત રચનાઃ નરોત્તમદાસ સંપત (ઈ.સ. ૧૯૩૮ની યંગ ઈન્ડિયા રેકોર્ડ નં. DA 5524 - NG 2382) ક્લીક કરો અને સાંભળોઃ હું તો બંધનમાં બંધાઈ સજની કેમ કરું

આ દુર્લભ ગ્રામોફોન રેકોર્ડની ઓડિયો ક્લીપ ઉપલબ્ધ કરાવવા માટે મુંબઈની Society of Indian Record Collectorsનો ઘણો જ આભાર
[પાછળ]     [ટોચ]