[પાછળ]
પાયલ ધીરે ધીરે કર છમ

છમ છમ, પાયલ ધીરે ધીરે કર છમ
છમ છમ, પાયલ ધીરે ધીરે કર છમ

લઈ શરબતી સપનું મારો સૂતો છે પ્રીતમ તમ
પાયલ ધીરે ધીરે કરે છમ

લઈ શરબતી સપનું મારો સૂતો છે પ્રીતમ તમ
પાયલ ધીરે ધીરે કરે છમ

ઓઓ...ઓઓ....
એક આંખ આનંદે નાચે
બીજી આંખમાં તમ તમ
પાયલ ધીરે ધીરે કર છમ
છમ છમ, પાયલ ધીરે ધીરે કર છમ

તું તો છમકી ને રહી પાયલ 
મારુ હૈયું થયું રે ઘાયલ
તું તો છમકી ને રહી પાયલ 
મારુ હૈયું થયું રે ઘાયલ

ઓઓ...ઓઓ....
ધીરે ધીરે વાજો, ને ધીરે ધીરે ગાજો
ઓ સમીરની સરગમ છમ
પાયલ ધીરે ધીરે કર છમ
છમ છમ પાયલ ધીરે ધીરે કર છમ

ઝૂમે ને ઝૂલો થઈ મારો લાડકવાયો બાળ
નાગદેવનું છત્તર માથે,  રામજી રખવાળ
એનો રામજી રખેવાળ

ઝૂમે ને ઝૂલો થઈ મારો લાડકવાયો બાળ
નાગદેવનું છત્તર માથે,  રામજી રખવાળ
તારો રામજી રખેવાળ

ઓઓ...ઓઓ....
વિધાતાએ બિછાવ્યા’તાં કંટક કદમ કદમ દમ

પાયલ ધીરે ધીરે કર છમ
છમ છમ, પાયલ ધીરે ધીરે કર છમ
છમ છમ, પાયલ ધીરે ધીરે કર છમ

તને મારા સમ, ના કર છમ
તને મારા સમ, ના કર છમ
તને મારા સમ, ના કર છમ
તને મારા સમ, ના કર છમ

સ્વરઃ ગીતા દત્ત
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ નાગદેવતા (૧૯૫૫)

ક્લીક કરો અને સાંભળોઃ
પાયલ ધીરે ધીરે કર છમ 
[પાછળ]     [ટોચ]