[પાછળ]
તારે બોલે બોલે મારું દિલ ડોલે
 
તારે બોલે બોલે તારે બોલે બોલે    
             મારું દિલ ડોલે
તારે બોલે બોલે તારે બોલે બોલે    
             મારું દિલ ડોલે

નૈનાં થઈ બાવરા નીત તને ખોળે    
             તારે બોલે બોલે
નૈનાં થઈ બાવરા નીત તને ખોળે    
તારે બોલે બોલે તારે બોલે બોલે    
             મારું દિલ ડોલે

પૂનમની રાત માથે પૂનમની રાત    
પૂનમની રાત માથે  હાથોમાં હાથ સાથે
પૂનમની રાત માથે  હાથોમાં હાથ સાથે

વડલાની ડાળે ઝૂલવા હૈયાને હીંડોળે  
             તારે બોલે બોલે
વડલાની ડાળે ઝૂલવા હૈયાને હીંડોળે  
તારે બોલે બોલે તારે બોલે બોલે    
             મારું દિલ ડોલે

ઓ......      ઓ.......       
ઝરમર ઝરમર નેહ નીતરતો      
    તું મારો શ્રાવણ તું મારો શ્રાવણ
ઝરમર ઝરમર નેહ નીતરતો      
    તું મારો શ્રાવણ તું મારો શ્રાવણ

ઓ......      ઓ.......       
તું રીમઝીમ              
તું રીમઝીમ રમતી વાદળી      
        મારું ઓપાવે  આંગણ
ઓ......      ઓ.......       
તું રીમઝીમ              
તું રીમઝીમ રમતી વાદળી      
        મારું ઓપાવે  આંગણ

રસિયા તારું રૂપ અનોખું         
       કાંઈ ના આવે તોલે     
             તારે બોલે બોલે
રસિયા તારું રૂપ અનોખું         
            કાંઈ ના આવે તોલે
તારે બોલે બોલે તારે બોલે બોલે    
             મારું દિલ ડોલે

હાલ મારા વાલમા જઈએ જગને પાર
ઓ....  ઓ....   જઈએ જગને પાર
હાલ મારા વાલમા જઈએ જગને પાર
ઓ....  ઓ....   જઈએ જગને પાર

એક બીજાના સ્નેહ સાજનો       
            મેળવિયે કંઈ તાર
એક બીજાના સ્નેહ સાજનો       
            મેળવિયે કંઈ તાર

મુખથી જોને ફૂલ વેરાતાં તારે બોલે બોલે
             તારે બોલે બોલે
મુખથી જોને ફૂલ વેરાતાં તારે બોલે બોલે
તારે બોલે બોલે તારે બોલે બોલે    
             મારું દિલ ડોલે

સ્વરઃ ગીતા દત્ત અને અનંતરાય ઓઝા
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ રમતારામ (૧૯૫૦)

ક્લીક કરો અને સાંભળોઃ
તારે બોલે બોલે મારું દિલ ડોલે

[પાછળ]     [ટોચ]