[પાછળ]
હું રંગોળી બની બેઠી'તી
હું રંગોળી બની બેઠી'તી એક રંગ હતો ઓછો એમાં અધૂરી રંગોળી પૂરી થઈ તું રંગ બનીને આવ્યો એમાં હું મોર બનીને ભમતો'તો કદી ડુંગરામાં કદી વગડામાં મારા સુરના રણકારે તું તો ટહુકાર થઈ આવી એમાં હું રંગોળી બની બેઠી'તી એક રંગ હતો ઓછો એમાં તારી કાયાનો પડછાયો થઈ હું પાછળ પાછળ આવું છું હું ક્યાં ભૂલ્યો, હું શું ભૂલ્યો મારા મનને સમજાવું છું મને માફ કરી દેજો સૌએ હું ખોવાયો મુસાફર છું તોફાન મહીં જે પડી ગયું, પડી ગયું એ પડી ગયેલું ઘર હું છું સોનાનો સૂરજ ઊગ્યો ને વાદળ તો વિખરાઈ ગયાં અંધકાર મહીં અટવાયેલા પંખીને મારગ મળી ગયાં નારી તું નારાયણી છે નારી તું પારસમણી છે ભૂલી પડેલી નૈયાને પાછા કિનારા દેખાઈ ગયા

સ્વરઃ આશા ભોસલે અને કિશોરકુમાર ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ નારી તું નારાયણી (૧૯૭૮) ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]