[પાછળ]
બીજાં બધાં વનવગડાનાં વા
પીપળાનાં ઝાડમાં જેમ છાંયડો રહે એમ મારામાં રહેતી એક મા... મા... મા... બીજાં બધાં વનવગડાનાં વા આંખમાંથી ટપક્યું તે આંસું નથી આ તો છીપમાંથી નીકળ્યું છે મોતી મોતીના મોલ સામે દરિયો પણ ટીપું મેં તો માની નજરથી લીધું ગોતી માડીને સાવકી માતા કહી મોટા ખોરડાં વગોવશો ના... ના... ના... બીજાં બધાં વનવગડાનાં વા માવડી તો બસ એક માવડી જ હોય છે માવડીને મુખવટો હોય નહિ મુઠ્ઠી ઊઘડે તો લાગે ઊઘડ્યું છે ફૂલ અહીં માવડી સિવાય બીજું કોઈ નહિ માનો ખોળો નથી સાવકી પથારી મારા લાલ હવે મારો થઈ જા... થઈ જા... થઈ જા... બીજાં બધાં વનવગડાનાં વા પીપળાનાં ઝાડમાં જેમ છાંયડો રહે એમ મારામાં રહેતી એક મા મા... મા... મા... બીજાં બધાં વનવગડાનાં વા
સ્વરઃ મિતાલી સિંઘ ગીતઃ અનિલ જોશી સંગીતઃ ગૌરાંગ વ્યાસ ચિત્રપટઃ મોક્ષ (૧૯૯૯) ક્લીક કરો અને સાંભળોઃ આ ગીતના સાચા પાઠ માટે જાણીતા સંશોધક શ્રી હરીશ રઘુવંશીનો ઘણો જ આભાર
[પાછળ]     [ટોચ]