વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમડી દાડમડીનાં દાણાં રાતાચોળ રાતાચોળ સે પગમાં તે લક્કડ પાવડી ને જરિયલ પહેરી પાઘલડી પાઘલડીના તાણાં રાતાચોળ રાતાચોળ સે આણી કોર પેલી કોર મોરલાં બોલે ઉત્તર દખ્ખણ ડુંગરા ડોલે ઈશાની વાયરો વીંઝણો ઢોળે વેરી મન મારું રે ચડ્યું રે ચકડોળે નાનું અમથું ખોરડું ને ખોરડે ઝૂલે છાબલડી છાબલડીમાં બોરાં રાતાચોળ રાતાચોળ સે વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમડી દાડમડીનાં દાણાં રાતાચોળ રાતાચોળ સે ગામને પાદર રૂમતાં રે ઝૂમતાં નાગરવેલનાં રે વન છે તીરથ જેવો સસરો મારો નટખટ નાની નણંદ છે મહિયર વચ્ચે માવડી ને સાસર વચ્ચે સાસલડી સાસલડીનાં નેણાં રાતાચોળ રાતાચોળ સે એક રે પારેવડું પીપળાની ડાળે બીજું રે પારેવડું સરવર પાળે રૂમઝૂમ રૂમઝૂમ જોડલી હાલે નેણલાં પરોવીને નેણલાં ઢાળે સોના જેવો કંથડો ને હું તો નાની વાટકડી વાટકડીમાં કંકુ રાતાચોળ રાતાચોળ સે વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમડી વાવડીનાં દાણાં રાતાચોળ રાતાચોળ સે સ્વરઃ સુલોચના વ્યાસ ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ક્લીક કરો અને સાંભળોઃ સુલોચના વ્યાસની ગાયેલી આ ઓડિયો ક્લીપ આપવા માટે સાવરકુંડલાના પ્રાધ્યાપક ડૉ. દિલીપ ભટ્ટનો ઘણો ઘણો આભાર. આ મૂળ ગીતને અવિનાશભાઈએ ૧૯૭૮ના ચિત્રપટ ‘ચૂંદડી ઓઢી તારા નામની’માં ઉષા મંગેશકરના સ્વરમાં ફરીથી રજૂ કર્યું હતું.
|