હે મુને એકલી મેલીને રમે તું રાસ!
હે મુને એકલી મેલીને રમે તું રાસ!
રંગીલા કાના
હવે નહિ આવું તારી પાસ!
ઓ.. ઘેલાં કર્યાં રે તેં તો
ગોકુળ વનરાવન વ્હાલા
મુને કિયા વાંકે.. કિયા વાંકે.. કિયા વાંકે..
હે મુને કિયા વાંકે રાખી તેં ઉદાસ
રંગીલા કાના
હવે નહિ આવું તારી પાસ!
મનની માનેલીને મૂકું શેં વેગળી?
વ્હાલી લાગે રે મુને રાધા રુઠેલી!
હે મારા તનમનમાં.. તનમનમાં.. તનમનમાં..
હે મારા તનમનમાં તારો રે આવાસ!
ના ના રંગીલા કાના
હા હા રંગીલી રાધા
ના ના રંગીલા કાના હવે નહિ આવું તારી પાસ!
રે મુને..
જ્યારે ને ત્યારે તારે વેણું વજાડવી
મુરલી તો મનમાની મુને રંજાડવી
ભાંગ્યું દલડુંને.. દલડુંને.. દલડુંને..
ભાંગ્યું દલડું ને થઈ રે હું હતાશ!
રંગીલા કાના
હવે નહિ આવું તારી પાસ!
હે મુને એકલી મેલીને રમે તું રાસ!
રંગીલા કાના
હવે નહિ આવું તારી પાસ!
સ્વરઃ આશા ભોસલે અને વેલજીભાઈ ગજ્જર
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ હલામણ જેઠવો (૧૯૭૭)
ક્લીક કરો અને સાંભળોઃ
|