[પાછળ]
મા મને કોઈ દી સાંભરે નૈ

કેવી હશે ને કેવી નૈ મા મને કોઈ દી સાંભરે નૈ કોઈ દી સાંભરે નૈ મા મને કોઈ દી સાંભરે નૈ મા મને કોઈ દી સાંભરે નૈ કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા કાનમાં ગણગણ થાય કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા કાનમાં ગણગણ થાય હુ તુ તુ તુની હડિયાપાટીમાં માનો શબદ સંભળાય મા જાણે હીંચકોરતી વઈ ગઈ હાલાંના સૂર થોડા વેરતી ગઈ કેવી હશે ને કેવી નૈ મા મને કોઈ દી સાંભરે નૈ મા મને કોઈ દી સાંભરે નૈ શ્રાવણની કોક કોક વે’લી સવારમાં સાંભરી આવે બા શ્રાવણની કોક કોક વે’લી સવારમાં સાંભરી આવે બા પારિજાતકની મીઠી સુગંધ લઈ વાડીએથી આવતો વા દેવને પૂજતી ફૂલ લૈ લૈ મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ કેવી હશે ને કેવી નૈ મા મને કોઈ દી સાંભરે નૈ મા મને કોઈ દી સાંભરે નૈ સૂવાના ખંડને ખૂણે બેસીને કદી આભમાં મીટ માંડું સૂવાના ખંડને ખૂણે બેસીને કદી આભમાં મીટ માંડું માની આંખો જ જાણે જોઈ રહી છે મને એમ મન થાય ગાંડું તગતગ તાકતી ખોળલે લૈ ગગનમાં એ જ દૃગ ચોડતી ગૈ કેવી હશે ને કેવી નૈ મા મને કોઈ દી સાંભરે નૈ કોઈ દી સાંભરે નૈ મા મને કોઈ દી સાંભરે નૈ મા મને કોઈ દી સાંભરે નૈ

ગીતઃ ઝવેરચંદ મેઘાણી સ્વરઃ મુરલી મેઘાણી સંગીતઃ ગૌરાંગ વ્યાસ ચિત્રપટઃ મા તારા હૈયાનાં હેત (૨૦૦૦) ક્લીક કરો અને સાંભળોઃ અને સાંભળો ઈન્દુબેન ધાનકના સ્વરમાં

[પાછળ]     [ટોચ]