પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે
નાચી રે મીરા નાચી રે
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે
મેં તો મારા જન્માક્ષરમાં
હરિવરજીને એક પલકમાં
એક ઝલકમાં
લીધા હૃદયથી વાંચી રે
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે
મારા બારે બાર ખાનામાં
મોરપીંછ ને મંજીરા છે
મુરલીયાના સપ્ત છિદ્રમાં
મીરા મીરા મીરા છે
રોમ રોમનાં રંગ મહેલમાં
મીરા કુંવારી કાચી રે
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે
મારા જન્મારા પુરતો
એક જ તુલસી ક્યારો રે
પળપળમાં આ પાંદડે પાંદડે
શ્યામ સદાયે મારો છે
જનમ જનમની દાસી મીરા
રાજી રાજી રાજી રે
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે
મેં તો મારા જન્માક્ષરમાં
હરિવરજીને એક પલકમાં
એક ઝલકમાં
લીધા હૃદયથી વાંચી રે
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે
સ્વરઃ ઐશ્વર્યા મજુમદાર
ગીતઃ સુરેશ દલાલ
સંગીતઃ દક્ષેશ ધ્રુવ
ક્લીક કરો અને સાંભળો
સુરેશ દલાલની રચના
અને સાંભળો
મૂળ હિન્દી મીરા ભજન
પંડિત ઓમકારનાથ ઠાકુરના
ધીર ગંભીર સ્વરમાં
અને સાંભળો એ જ મૂળ હિન્દી મીરા ભજન
તેના પરંપરાગત ઢાળમાં
કૃષ્ણા કલ્લેના સ્વરમાં
|