[પાછળ]
કાળી કાળી વાદળીમાં

કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે મેઘો ચડ્યો છે ઘનઘોર ડુંગરામાં બોલે છે મોર કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે પિયુ પિયુ ઝંખતા બોલે બપૈયા પિયુ મારો કાળજાની કોર ડુંગરામાં બોલે છે મોર કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે દૂર દૂર દેશથી મેઘજી પધાર્યા ના'વ્યો મારા ચિત્તડાનો ચોર ડુંગરામાં બોલે છે મોર કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે ઝરમર ઝરમર મેહુલો વરસે ભીંજે મારા સાળુડાની કોર ડુંગરામાં બોલે છે મોર રસિયો રસરાજ કોઈ સાજને બજાવે નેણલામાં મસ્તીનો તોર ડુંગરામાં બોલે છે મોર કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે

સ્વરઃ આશા ભોસલે અને પ્રફુલ્લ દવે ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ જંતરવાળો જુવાન (૧૯૭૮) ક્લીક કરો અને સાંભળોઃ વાંચો આ ગીત વિશે થોડી પૂરક માહિતી ગુજરાતનું ગૌરવ - પ્રફુલ્લ દવે

[પાછળ]     [ટોચ]