[પાછળ]
વાગે પ્રેમ સિતાર પ્રભુની

વાગે પ્રેમ સિતાર, પ્રભુની વાગે પ્રેમ સિતાર
પ્રભુની વાગે પ્રેમ સિતાર

વાગે પ્રેમ સિતાર, પ્રભુની વાગે પ્રેમ સિતાર
પ્રભુની વાગે પ્રેમ સિતાર

જાગે સરજનહાર, આજે  જાગે સરજનહાર 
પ્રભુની વાગે પ્રેમ સિતાર

નવીન સુધાકર નભમાં જાગે, સરવર જળમાં ફૂલો જાગે
નવીન સુધાકર નભમાં જાગે, સરવર જળમાં ફૂલો જાગે
આમ્રઘટામાં કોકિલ  જાગે,   આમ્રઘટામાં કોકિલ  જાગે
જાગે છે સંસાર, પ્રભુની વાગે પ્રેમ સિતાર

આશા જાગે, ઉર્મિ જાગે, હૃદય જાગતું સ્વર અનુરાગે
આશા જાગે, ઉર્મિ જાગે, હૃદય જાગતું સ્વર અનુરાગે
દૃષ્ટિ જાગે,  સૃષ્ટિ જાગે,  જાગે દિલના તાર
જાગે દિલના તાર, પ્રભુની વાગે પ્રેમ સિતાર

વાગે પ્રેમ સિતાર, પ્રભુની વાગે પ્રેમ સિતાર
પ્રભુની વાગે પ્રેમ સિતાર
 
વાગે પ્રેમ સિતાર, પ્રભુની વાગે પ્રેમ સિતાર
પ્રભુની વાગે પ્રેમ સિતાર

સ્વરઃ કે.સી. ડે

ક્લીક કરો અને સાંભળોઃ

(નોંધઃ કૃષ્ણચંદ્ર ડે (૧૮૯૩-૧૯૬૨)ની લાંબી સંગીત કારકિર્દીમાં વિવિધ ભાષામાં કુલ લગભગ ૭૦૦ ગીત રેકોર્ડ કરવામાં આવ્યા હતા જેમાં કુલ ૬ ગુજરાતી ગીતનો સમાવેશ થાય છે. ત્રણ ગ્રામોફોન રેકોર્ડ પર ધ્વનિમુદ્રિત આ છ ગીતો આ પ્રમાણે છેઃ

HMV Record No. N 15398
(૧) અજાણ્યા કોઈ દૂર
(૨) છે અંધારું ઘોર

HMV Record No. N 15399
(૩) વાગે પ્રેમ સિતાર પ્રભુની
(૪) પ્રીતિ જગથી પુરાણી

HMV Record No. N 15402
(૫) મને આપો આંખ મુરારી
(૬) ગૂંથી લે માલા અધૂરી

આ ત્રણમાંથી પ્રથમ રેકોર્ડ મે ૧૯૪૨માં, બીજી જૂન ૧૯૪૨માં અને ત્રીજી રેકોર્ડ ઓક્ટોબર ૧૯૪૨માં રિલીઝ કરવામાં આવી હતી.

આમાંની ત્રીજી ગ્રામોફોન રેકોર્ડ (નં. ૧૫૪૦૨) સુરતના શ્રી રમેશ બાપાલાલ શાહના સંગ્રહમાં છે. તેમના જણાવવા અનુસાર તે રેકોર્ડના બન્ને ગીત રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના લખેલા છે.

શ્રી રમેશભાઈએ ‘કુમાર’ સામાયિક શરૂ થયું ત્યારથી તેના પ્રગટ થયેલા તમામ અંક સ્કેન કરી ઈલેક્ટ્રોનિક રૂપમાં સાચવ્યા છે. શ્રી રમેશભાઈ વિશે વધુ માહિતી માટે જૂઓઃ

(1) http://en.wikipedia.org/
wiki/User:Ramesh_bapalal_shah

(2) http://rameshbshah.wordpress.com/

[પાછળ]     [ટોચ]