[પાછળ]
વા વાયા ને વાદળ ઊમટ્યા

વા વાયા ને વાદળ ઊમટ્યા
ગોકુળમાં  ટહુક્યા  મોર
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે મળવા ન આવો શા માટે?
તમે મળવા ન આવો શા માટે?
ન આવો તો નંદજીની આણ!
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે ગોકુળમાં ગૌધન ચારંતા
તમે ગોકુળમાં ગૌધન ચારંતા
તમે  છો  સદાયના  ચોર
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે કાળી તે કામળી ઓઢંતા
તમે કાળી તે કામળી ઓઢંતા
તમે  ભરવાડણના ભાણેજ
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે વ્રજમાં તે વાંસળી વાજંતા
તમે વ્રજમાં તે વાંસળી વાજંતા
તમે  ગોપીઓના  ચિત્તચોર
મળવા આવો સુંદિરવર શામળિયા

મેતા નરશીના સ્વામી શામળિયા
મેતા નરશીના સ્વામી શામળિયા
અમને  તેડી  રમાડ્યા  રાસ
મળવા આવો સુંદિરવર શામળિયા

વા વાયા ને વાદળ ઊમટ્યા
ગોકુળમાં  ટહુક્યા  મોર
મળવા આવો સુંદિરવર શામળિયા

ક્લીક કરો અને સાંભળોઃ
  
[પાછળ]     [ટોચ]