[પાછળ]
સોના વાટકડી રે
 
સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં વાલમિયા
લીલો તે રંગનો  છોડ,  રંગમાં રોળ્યાં વાલમિયા

નાક પરમાણે નથડી સોઈ રે વાલમિયા
ટીલડીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં વાલમિયા

કાન પરમાણે ઠોળીયાં સોઈ રે વાલમિયા
ઠોળીયાંની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં વાલમિયા

ડોક પરમાણે હારલાં સોઈ રે વાલમિયા
તુળસીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં વાલમિયા

હાથ પરમાણે ચૂડલાં સોઈ રે વાલમિયા
ગુજરીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં વાલમિયા

કેડ પરમાણે ઘાઘરો સોઈ રે વાલમિયા
ઓઢણીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં વાલમિયા

પગ પરમાણે કડલાં સોઈ રે વાલમિયા
કાબિયુંની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં વાલમિયા

સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં વાલમિયા
લીલો તે રંગનો  છોડ,  રંગમાં રોળ્યાં વાલમિયા

ક્લીક કરો અને સાંભળોઃ
  
[પાછળ]     [ટોચ]