[પાછળ]
હે મારે મહિસાગરને આરે

હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે!
વાગે સે, ઢોલ વાગે સે
હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે!

ગામે ગામનાં સોનીડા આવે સે
એ.. આવે સે, હું લાવે સે?

મારા  માની  નથણીયું  લાવે  સે!
મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે!

ગામ ગામનાં સુથારી આવે સે
એ.. આવે સે, હું લાવે સે?

મારી  માનો  બાજોઠીયો  લાવે સે!
મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે!

ગામ ગામનાં દોશીડા આવે સે
એ.. આવે સે, હું લાવે સે?

મારી  માની  ચુંદડીયો  લાવે  સે!
મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે!

હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે!
વાગે સે, ઢોલ વાગે સે
હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે!

ક્લીક કરો અને સાંભળોઃ
  
[પાછળ]     [ટોચ]