[પાછળ]
ઝૂલણ મોરલી વાગી રે

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર! હાલોને જોવા જાયેં રે, મોરલી વાગી રે, રાજાના કુંવર ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર પીતળિયા પલાણ રે મોરલી વાગી રે, રાજાના કુંવર બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર દસેય આંગળીએ વેઢ રે મોરલી વાગી રે, રાજાના કુંવર માથે મેવાડી મોળિયાં રે, રાજાના કુંવર ખંભે ખંતીલો ખેસ રે મોરલી વાગી રે, રાજાના કુંવર પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર ચાલે ચટકતી ચાલ્ય રે મોરલી વાગી રે, રાજાના કુંવર ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર! હાલોને જોવા જાયેં રે મોરલી વાગી રે, રાજાના કુવર

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]