[પાછળ]
રંગતાળી રંગતાળી 
 
રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી
રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી

રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી
મા  ગબ્બરના  ગોખવાળી  રે રંગમાં રંગતાળી

મા  ચાચડના  ચોકવાળી  રે રંગમાં રંગતાળી
મા  મોતીઓના  હારવાળી  રે રંગમાં રંગતાળી

મા  ઘીના   દીવડાવાળી  રે રંગમાં રંગતાળી
મા  ચુંવાળના  ચોકવાળી  રે રંગમાં રંગતાળી

મા  અંબે   આરાસુરવાળી રે રંગમાં રંગતાળી
મા  કાળી  તે  પાવાવાળી  રે રંગમાં રંગતાળી

મા  કલકત્તામાં દિસે કાળી  રે રંગમાં રંગતાળી
મા  અમદાવાદે  ભદ્રકાળી  રે રંગમાં રંગતાળી

મા  દૈત્યોને  મારવાવાળી  રે રંગમાં રંગતાળી
મા  ભક્તોને  મન વહાલી રે રંગમાં રંગતાળી

માએ કનકનો ગરબો લીધો  રે રંગમાં રંગતાળી
તેમાં રત્નનો  દીવડો કીધો  રે રંગમાં રંગતાળી

માંહી બત્રીસ બત્રીસ જાળી  રે રંગમાં રંગતાળી
માંહી નાના તે વિધની ભાત રે રંગમાં રંગતાળી

માએ શણગાર સજ્યા સોળે  રે રંગમાં રંગતાળી
મા  ફરે રે કંકુડાં  ઘોળી   રે રંગમાં રંગતાળી

માને નાકે શોભે સોનાની વાળી રે રંગમાં રંગતાળી
ક્યાંય મળતી નથી જોડ તેની રે રંગમાં રંગતાળી

માની ઓઢણીમાં વિવિધ ભાત્યું રે રંગમાં રંગતાળી
ભટ્ટ વલ્લભને જોયાની ખાંત્યુ રે રંગમાં રંગતાળી

રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી

ક્લીક કરો અને સાંભળો
  
[પાછળ]     [ટોચ]