[પાછળ]
રંગે રમે આનંદે રમે

રંગે  રમે આનંદે રમે રે, આજ નવદુર્ગા રંગે રમે

આદિત્યે  આવિયા  અલબેલી   મંડપમાં   મતવાલા   રે   ભમે
રંગે  રમે આનંદે રમે રે, આજ નવદુર્ગા રંગે રમે

સોળ શણગાર માને અંગે સુહાવે હીરલા રતન માને અંગે સમે
આજ નવદુર્ગા રંગે રમે

મંગળવારે  માજી  છે  ઉમંગમાં  ચાચર  આવીને  ગરબે  રમે
આજ નવદુર્ગા રંગે રમે

બુધવારે  માજી  બેઠા  વિરાજે  રાસ  વિલાસ  માએ ગાયો છે
આજ નવદુર્ગા રંગે રમે

ગુરુવારે  મા  ગરબે  રમે  છે   ચંદન   પુષ્પ   તે  માને   ગમે
આજ નવદુર્ગા  રંગે  રમે

શુક્રવારે   માજી   ભાવ  ધરીને   હેતે   રમે   તે   માને   ગમે
આજ નવદુર્ગા રંગે રમે

શનિવારે  મહાકાળી  થયા  છે ભક્ત ભોજન માને ગમતા જમે
આજ નવદુર્ગા રંગે રમે

વલ્લભ કહે માને ભાવે ભજો ને રાસ વિલાસ ગાયો સૌએ અમે
આજ નવદુર્ગા રંગે રમે  

ક્લીક કરો અને સાંભળોઃ
   
[પાછળ]     [ટોચ]