[પાછળ]
રૂડે ગરબે રમે દેવી અંબિકા
 
રૂડે  ગરબે  રમે  છે  દેવી અંબિકા રે લોલ
પાય  વાગે  છે  ઘૂઘરીના  ઘમકાર રે લોલ
રૂડે  ગરબે  રમે  છે  દેવી અંબિકા રે લોલ

આકાશમાંથી સૂર્ય  જોવા આવીયા  રે લોલ
સાથે  દેવી   રન્નાદેને   લાવીયા   રે લોલ
રૂડે  ગરબે  રમે  છે  દેવી અંબિકા રે લોલ

આકાશમાંથી ચંદ્ર  જોવા આવીયા રે  લોલ
સાથે  દેવી  રોહિણીને  લાવીયા   રે  લોલ
રૂડે  ગરબે  રમે  છે  દેવી અંબિકા રે લોલ

ઈંદ્રલોકમાંથી ઈંદ્ર  જોવા  આવીયા રે  લોલ
સાથે  દેવી  ઈન્દ્રાણીને   લાવીયા  રે  લોલ
રૂડે  ગરબે  રમે  છે  દેવી અંબિકા રે લોલ

સ્વર્ગમાંથી વિષ્ણુ  જોવા આવીયા રે  લોલ
સાથે  દેવી  લક્ષ્મીજીને  લાવીયા  રે  લોલ
રૂડે  ગરબે  રમે  છે  દેવી અંબિકા રે લોલ

બ્રહ્મલોકમાંથી બ્રહ્મ જોવા આવીયા રે લોલ
સાથે દેવી  બ્રહ્માણીને  લાવીયા   રે  લોલ
રૂડે  ગરબે  રમે  છે  દેવી અંબિકા રે લોલ

પાતાળમાંથી શેષ  નાગ  આવીયા રે લોલ
સાથે  સર્વે નાગણીઓને  લાવીયા  રે લોલ
રૂડે  ગરબે  રમે  છે  દેવી અંબિકા રે લોલ

ક્લીક કરો અને સાંભળોઃ
   
[પાછળ]     [ટોચ]