[પાછળ]
નટવર નાનો રે
 
નટવર  નાનો  રે  કાનો  રમે  છે  મારી   કેડમાં

નંદકુંવર          શ્યામકુંવર           લાલકુંવર 
ફુલકુંવર નાનો રે  ગેડી દડો  કાનાના    હાથમાં
નટવર  નાનો  રે  કાનો  રમે  છે  મારી   કેડમાં

ક્યો  તો ગોરી  ચિત્તળની  ચૂંદડી  મંગાવી  દઉં
ચૂંદડીનો વહોરનાર રે  કાનો રમે છે મારી કેડમાં
નટવર  નાનો  રે  કાનો  રમે  છે  મારી   કેડમાં

ક્યો  તો  ગોરી  નગરની  નથડી  મંગાવી  દઉં
નથડીનો વહોરનાર રે  કાનો રમે છે મારી કેડમાં
નટવર  નાનો  રે  કાનો  રમે  છે  મારી   કેડમાં

ક્યો  તો ગોરી   ઘોઘાના  ઘોડલા  મંગાવી  દઉં
ઘોડલાનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં
નટવર  નાનો  રે  કાનો  રમે  છે  મારી   કેડમાં

ક્યો તો ગોરી  હાલારના  હાથીડા મંગાવી  દઉં
હાથીડાનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં
નટવર  નાનો  રે  કાનો  રમે  છે  મારી   કેડમાં

નટવર  નાનો  રે  કાનો  રમે  છે  મારી   કેડમાં
નટવર  નાનો  રે  કાનો  રમે  છે  મારી   કેડમાં

ક્લીક કરો અને સાંભળોઃ
   
[પાછળ]     [ટોચ]