[પાછળ]
ચોખલિયાળી ચૂંદડી
 
ચોખલિયાળી ચૂંદડી મા ગરબે ઘૂમવા આવો ને
રંગ રઢિયાળી રાત  મા ગરબે ઘૂમવા આવો ને

સોળે  શણગાર  સોહે
માડીમાં મન મારું મોહે
અનંતની ઓઢી ઓઢણી મા ગરબે ઘૂમવા આવો ને

ચોખલિયાળી ચૂંદડી મા ગરબે ઘૂમવા આવો ને
રંગ રઢિયાળી  રાત મા ગરબે ઘૂમવા આવો ને

ગગનગોખમાં ગરબે ઘૂમે તારલિયું રળિયાત 
સંગે શોભે નાથ સુધાકર પૂનમ કેરી રાત મા ગરબે ઘૂમવા આવો ને

ચોખલિયાળી ચૂંદડી મા ગરબે ઘૂમવા આવો ને
રંગ રઢિયાળી  રાત મા ગરબે ઘૂમવા આવો ને

ચોરે ને ચૌટે માનાં કંકુ વેરાણાં
ગોખે ગોખે જ્યોતિ ઝબકે છાંટણાં છંટાયા
તાળી કેરા તાલે માડી ગરબે ઘૂમવા આવો ને

ચોખલિયાળી ચૂંદડી મા ગરબે ઘૂમવા આવો ને
રંગ રઢિયાળી રાત  મા ગરબે ઘૂમવા આવો ને

સ્વર: જ્યોત્સના મહેતા
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ

ક્લીક કરો અને સાંભળો
ઓરિજિનલ ગ્રામોફોન રેકોર્ડઃ

    
[પાછળ]     [ટોચ]