[પાછળ]
આશાભર્યાં તે અમે આવિયાં ને

આશાભર્યાં તે અમે આવિયાં ને 
મારે વ્હાલે રમાડ્યાં રાસ રે,  આવેલ આશાભર્યાં

શરદપૂનમની રાતડી ને
કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે, આવેલ આશાભર્યાં

આશાભર્યાં તે અમે આવિયાં ને 
મારે વ્હાલે રમાડ્યાં રાસ રે,  આવેલ આશાભર્યાં

વૃંદા તે વનના ચોકમાં
કંઈ નાચે નટવરલાલ રે,      આવેલ આશાભર્યાં

આશાભર્યાં તે અમે આવિયાં ને 
મારે વ્હાલે રમાડ્યાં રાસ રે,  આવેલ આશાભર્યાં

જોતાં તે વળતાં થંભિયાં
ઓલ્યા નદિયું કેરા નીર રે,   આવેલ આશાભર્યાં

આશાભર્યાં તે અમે આવિયાં ને 
મારે વ્હાલે રમાડ્યાં રાસ રે,  આવેલ આશાભર્યાં

અષ્ટકુળ પર્વત ડોલિયા ને
ઓલા ડોલ્યા નવકુળ નાગ રે,આવેલ આશાભર્યાં

આશાભર્યાં તે અમે આવિયાં ને 
મારે વ્હાલે રમાડ્યાં રાસ રે,  આવેલ આશાભર્યાં

મે’તા નરસૈયાના સ્વામી શામળિયા
સદા રાખો ચરણની પાસ રે,  આવેલ આશાભર્યાં

આશાભર્યાં તે અમે આવિયાં ને 
મારે વ્હાલે રમાડ્યાં રાસ રે,  આવેલ આશાભર્યાં

ક્લીક કરો અને સાંભળોઃ
   
[નોંધઃ આ રાસ ગામેગામ ઘણા જુદાજુદા
શબ્દો સાથે ગાવામાં આવે છે.]
[પાછળ]     [ટોચ]