[પાછળ]
બેનીને ઝબલે રૂપાળા મોર બેનીને ઝબલે રૂપાળા મોર છે બેની મારી મારા કાળજાની કોર છે બેની મેડીએ રમે, બેની માડીને ગમે બેની ફળીયે રમે, બેની ફઈને ગમે બેની મેદાને રમે, બેની ભાઈને ગમે બેની સૈયરુંમાં રમે, બેની સૈયરુંને ગમે બેની શેરીમાં રમે, બેની સૌને ગમે બેનીને ઝબલે રૂપાળા મોર છે બેની મારી મારા કાળજાની કોર છે
[પાછળ]     [ટોચ]