[પાછળ]
મારો છે મોર મારો છે મોર મારો છે મોર, મોતી ચરંતો મારો છે મોર મારી છે ઢેલ મારી છે ઢેલ, મોતી ચરંતી મારી છે ઢેલ મારો છે મોર મારો છે મોર, રાજાનો માનીતો મારો છે મોર મારી છે ઢેલ મારી છે ઢેલ, રાણીની માનીતી મારી છે ઢેલ બોલે છે મોર બોલે છે મોર, સોનાને ટોડલે બોલે છે મોર બોલે છે ઢેલ બોલે છે ઢેલ, રૂપાને બારણે બોલે છે ઢેલ ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]