[પાછળ]
સાઈકલ મારી ચાલે સાઈકલ મારી ચાલે, એની ઘંટી ટનટન વાગે સરસર સરસર ભાગે, એની ઘંટી ટનટન વાગે સાઈકલ મારી ચાલે, એની ઘંટી ટનટન વાગે ચાર પૈડાવાળી ને ગાદીવાળી સીટ પૂરપાટ ભાગું તો ય નથી લાગતી બીક સાઈકલ મારી ચાલે, એની ઘંટી ટનટન વાગે હું ને ભાઈ મારો આખો દી ફરવાના નદીએ ફરવા જાશું સૌથી છાનામાના સાઈકલ મારી ચાલે, એની ઘંટી ટનટન વાગે સાઈકલ મારી ચાલે, જાણે ઘોડાગાડી સરસર સરસર ભાગે, જાણે એંજિન ગાડી સાઈકલ મારી ચાલે, એની ઘંટી ટનટન વાગે ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]