[પાછળ]
અમે ફેર ફુદરડી અમે ફેર ફુદરડી રમતા'તા, અમે ફેર ફુદરડી રમતા'તા ફેર ફુદરડી ફરતાં ફરતાં પડી જવાની કેવી મજા! ભાઈ, પડી જવાની કેવી મજા! અમે સંતાકુકડી રમતા'તા, અમે સંતાકુકડી રમતા'તા સંતાકુકડી રમતાં રમતાં, પકડાઈ જવાની કેવી મજા! ભાઈ, પકડાઈ જવાની કેવી મજા! અમે આમલી પીપળી રમતા'તા અમે આમલી પીપળી રમતા'તા આમલી પીપળી રમતાં રમતાં, સંતાઈ જવાની કેવી મજા! ભાઈ, સંતાઈ જવાની કેવી મજા! અમે બિલ્લી ઉંદર રમતા'તા, અમે બિલ્લી ઉંદર રમતા'તા અમે ચું ચું મ્યાઉં મ્યાઉં કરતા'તા અમે ચું ચું મ્યાઉં મ્યાઉં કરતા'તા ચું ચું મ્યાઉં મ્યાઉં કરતાં કરતાં નાસી જવાની કેવી મજા! ભાઈ, નાસી જવાની કેવી મજા! અમે સાતતાળી રમતા'તા, અમે સાતતાળી રમતા'તા સાતતાળી રમતાં રમતાં દોડી જવાની કેવી મજા! ભાઈ, દોડી જવાની કેવી મજા! ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]