[પાછળ]
પીં પીં સીટી વાગી પીંપીં પીંપીં સીટી વાગી, છૂક છૂક ગાડી આવી ટિકિટ કપાવો બેસી જાઓ, નહિતર ઉપડી જાય ટન ટન ટન ટન ડંકા વાગે, સૂતેલા ઝબકીને જાગે ધજા બતાવો સિગ્નલ આપો, લાઈન ક્લિયર કહેવાય લાંબે લાંબે પાટે સરતી, પુલ અને પહાડો પર ચઢતી સ્ટેશન કરતી, પાણી ભરતી, સીધી દોડી જાય વેગે દોડી જાય વેગે દોડી જાય દોડે તોયે એ ના થાકે, હરદમ બઢતી આગે આગે શિખવે એ તો કદમ બઢાવો, સ્ટેશન પહોંચી જાય પીંપીં પીંપીં સીટી વાગી, છૂક છૂક ગાડી આવી ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]