[પાછળ]
ઢીંગલીને મારી હાલાં હાલાં હાલાં હાલાં રે, ઢીંગલીને મારી હાલાં વાદળનું તો પારણું બાંધ્યું ને તારાની હીંચકા દોરી ચાંદામામા લાડ લડાવે પરી રાણી કરે લોરી હાલાં હાલાં હાલાં રે, ઢીંગલીને મારી હાલાં સૂઈ જા ઓ મારી ઢીંગલી બેના રાત હવે પડવાની નાની નાની આંખો મીચી નીંદરડી જો મજાની હાલાં હાલાં હાલાં રે, ઢીંગલીને મારી હાલાં નીંદરડીએ પોઢીને તમે પવન પાંખે ઊડજો પંખીઓના મીઠાં મીઠાં ગીતો તમે સૂણજો હાલાં હાલાં હાલાં રે, ઢીંગલીને મારી હાલાં ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]