[પાછળ]
હું કેમ આવું એકલી નાનુભાઈના ગોરી મારે ગરબે રમવા આવો જો હું કેમ આવું એકલી રાતલડી અંધારી જો રાતલડી અંધારીમાં શેરી કાંટા વાગે જો શેરી કાંટા વાગે તો પગના ઝાંઝર ઝમકે જો પગના ઝાંઝર ઝમકે તો નણદી સૂતા જાગે જો નણદી સૂતા જાગે તો બે લાડુડી માંગે જો બે લાડુડી માંગીને ભરી કોઠીમાં નાખે જો ભરી કોઠીમાં નાખે તો ભરભર ભૂકો થાય જો ભરભર ભૂકો થાય તો છોકરાં વીણી ખાય જો છોકરાં વીણી ખાય તો ઝટઝટ મોટાં થાય જો!
[પાછળ]     [ટોચ]